સિદસરમાં યોજાનાર શ્રી ૧| શતાબ્દી મહોત્સવમાં મોરબીના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ વરમોરા ભોજનદાતા તરીકે જોડાયા

- text


ઉમંગભરી ઉછામણી કાર્યક્રમમાં દાતાઓએ ઉદાર હાથે દાન જાહેર કર્યું

મોરબી : શ્રી ઉમિયા માતાજી મંદિર- સિદસર ખાતે આગામી તારીખ 25 ડિસેમ્બર થી 29 ડિસેમ્બર 2024 સુધી યોજાનાર શ્રી ૧| શતાબ્દી મહોત્સવ- ઉમિયાધામ સિદસરને લઈને ભાદરવા સુદ પુનમના દિવસે ઉમંગભરી ઉછામણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દાતાઓએ મહોત્સવ નિમિત્તે ઉદાર હાથે દાન જાહેર કર્યું હતું. આ પ્રસંગે મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ અને ભામાશા એવા ગોવિંદભાઈ વરમોરાએ પણ 11 લાખનું દાન જાહેર કરીને તેઓ આ મહોત્સવમાં ભોજન દાતા તરીકે જોડાયા છે.

ડિસેમ્બર મહિનામાં સિદસર ખાતે શ્રી ઉમિયા માતાજીના મંદિરના 125 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આ અવસરે સિદસર ખાતે શ્રી ૧| શતાબ્દી મહોત્સવ કાર્યક્રમનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને લઈને ગઈકાલે તારીખ 18 સપ્ટેમ્બર ને બુધવારના રોજ ભાદરવા સુદ પુનમના દિવસે ઉમંગભરી ઉછામણીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સવા છ કરોડનું દાન જાહેર થયું હતું. જેમાં મુખ્ય યજમાન તરીકે જગદીશભાઈ કોટડીયા તથા પુનિતભાઈ ચોવટીયાએ લાભ લીધો છે. જેમાં મુખ્ય દાતાએ 50 લાખ રૂપિયાનું દાન જાહેર કર્યું હતું. આ ઉમંગભરી ઉછામણી કાર્યક્રમમાં મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ, ભામાશા અને ઉંઝા લક્ષચંડી મહાયજ્ઞના મુખ્ય યજમાન એવા ગોવિંદભાઈ વરમોરાએ પણ 11 લાખનું દાન જાહેર કરીને તેઓ આ શ્રી ૧| શતાબ્દી મહોત્સવમાં ભોજન દાતા તરીકે જોડાયા છે.

- text

શ્રી ૧| શતાબ્દી મહોત્સવની તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં શ્રી ઉમિયા માતાજી મંદિર- સિદસરના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, પ્રમુખ જેરામભાઈ વાંસજાળિયા, ઉપપ્રમુખ ગોવિંદભાઈ વરમોરા, ચીમનભાઈ સાપરીયા, જગદીશભાઈ કોટડીયા મેનેજિંગ ડાયરેક્ટર જયેશભાઈ પટેલ, મુખ્ય દાતા જીવણભાઈ ગોવાણી સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

- text