મોરબીમાં સફાઈ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા ઓનલાઈન અરજી કરવા અનુરોધ

- text


સફાઈ કામદારોને આવાસ માટે ત્રણ હપ્તામાં રૂ. 1.20 લાખની સહાય મળવા પાત્ર

મોરબી : ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા, રાજ્યના સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને રહેણાંકના પાકા આવાસો બનાવવા માટે ડો. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના અમલમાં છે. આ યોજનાનો લાભ સફાઈ કામદારો અને તેમનાં આશ્રિતોને મળવાપાત્ર રહેશે જેમાં કોઈ આવક મર્યાદા લાગુ પડશે નહી. આ યોજના હેઠળ સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને રહેણાંકના પાકા આવાસો બનાવવા માટે સરકારના નિયમોને આધિન વ્યકિગત રૂ.1,20,000/-(એક લાખ વીસ હજાર)ની સહાય ત્રણ હપ્તામાં મળવાપાત્ર થાય છે.

- text

આ યોજનાનો લાભ લેવા માટે સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ યોજનાનો વધુ વધુ લાભ લેવા તથા વધુ માહિતી કે મદદ માટે ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, જિલ્લા સેવા સદન, સો ઓરડી રૂમ નં. 46.47, મોરબી, ફોન નં. 02822242224 પર સંપર્ક કરવા સફાઈ કામદાર વિકાસ નિગમના જિલ્લા મેનેજરની યાદીમાં જણાવાયું છે.

- text