પ્રાકૃતિક ખેતીથી ઉગતી પેદાશોની વપરાશ ઉત્તમ અને આરોગ્યપ્રદ

- text


મોરબી : આજની પરિસ્થિતિ જોતા જીવનમાં કેટલાક પરિવર્તનો લાવવા ખૂબ જરૂરી લાગે છે. સૌથી મહત્વની બાબત આપણી જીવનશૈલીમાં યોગ્ય પરિવર્તન લાવી આપણો ખોરાક બદલાવવાની છે.

રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ઉપયોગ સાથેની પરંપરાગત ખેતીને બદલે ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે સરકાર દ્વારા અનેકો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે તેમની પેદાશોના વધુ ભાવ મળે તે માટે પણ સરકાર દ્વારા અવારનવાર અનેકો આયોજન કરવામાં આવતા હોય છે. ત્યારે સૌથી મહત્વની બાબત છે કે, પ્રાકૃતિક ખેતી એ ખેત ઉત્પાદકતા વધારવાની સાથે પર્યાવરણની સાથે પણ મૈત્રી સાધી રાખે છે જેથી વાતારવરણ અનુકૂળ બની રહે છે.

- text

આજના સમયમાં મનુષ્ય જીવનમાં અનેક રોગ ચોમાસા બાદ ઉગી નીકળતા ઘાસની જેમ ઉગી નીકળ્યા છે. એકાદ બે દાયકા પહેલાં નામ ન સાંભળ્યા હોય એવા રોગ આજે સર્વ સામન્ય બની ગયા છે. એમાંય કેન્સર અને હ્રદય હુમલાએ તો જાણે માજા મૂકી છે. ત્યારે થોડું વિચારીએ અને આપણી જીવન શૈલી અને ખેત પધ્ધતિ વિશે તપાસીએ તો આ બીમારીઓ વધવા પાછળ અને વાતાવરણમાં આવેલા ફેરફાર માટે ક્યાંક ને ક્યાંક હું અને તમે એટલે કે આપણે સૌ જવાબદાર છીએ. ભૂતકાળમાં જઈને તો આપણે ફેરફાર કરી કરવું શકય નથી તો આપણે આપણી આજ સુધારીને આવતીકાલ સુરક્ષિત બનાવી શકીએ છીએ. તેમાં સૌથી પહેલા પરિવર્તન લાવવાનાવી જરૂર છે આપની જીવન શૈલી અને આપણી ખેતી કરવાની પધ્ધતિ. ટકાઉ એવી પ્રાકૃતિક ખેતી પધ્ધતિ અપનાવી આપણે આપણા આહારને આરોગ્યપ્રદ બનાવી શકીએ. ઉપરાંત નાગરિકો પણ પ્રાકૃતિક ખેતી થી પાકતા પેદાશોનો આગ્રહ રાખશે તો ધીરે ધીરે ખેડૂતો પણ રાસાયણિક પદ્ધતિથી થતી ઝેરી ખેતી મૂકી પ્રાકૃતિક ખેતી તરફ વળશે.

- text