જુના અમરાપર શાળામાં કલાઉત્સવ અને બાલ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું 

- text


હળવદ : જુના અમરાપર શાળામાં સી.આર.સી કક્ષાના કલા ઉત્સવ અને બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ટીકર રણ ક્લસ્ટરની કુલ ૧૪ શાળાએ ભાગ લીધો હતો.

ગરવી ગુજરાત થીમ આધારિત કલા ઉત્સવમાં ચિત્ર સ્પર્ધામાં અજીતગઢ શાળા, બાળ કવિમાં ટીકર-૧ શાળા, સંગીત ગાયનમાં જુના અમરાપર શાળા અને સંગીત વાદનમાં ખોડ શાળાના વિદ્યાર્થીઓએ પ્રથમ નંબર મેળવેલ હતો.

બાલ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં અજીતગઢ શાળા દ્વારા બિન આરોગ્યપ્રદ ખોરાક, જુના અમરાપર શાળા દ્વારા મોટરસાયકલની ઘોડીથી થતા અકસ્માતમાં બચાવ, નવી જોગડ શાળા દ્વારા ઔષધીય નગોડનો આર્યુવેદિક ઉપયોગ, અજીતગઢ શાળા દ્વારા ગાણિતિક નમૂના અને ગુણનાત્મક ચિંતન અને ખોડ શાળા દ્વારા બોરવેલમાં ફસાયેલા બાળકને બચાવવાના પ્રયોગ રજૂ કરેલ ઉપરોક્ત પાંચ વિભાગના દરેક વિભાગને પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થી શાળાને શિલ્ડ, પ્રમાણપત્ર અને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું.

કલા ઉત્સવના શિલ્ડના દાતા રમણલાલ પટેલ અને બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ના શિલ્ડ વાઘેલા અમરશીભાઈ દ્વારા આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું. ટીકર ક્લસ્ટર કો-ઓર્ડીનેટર સોંડાભાઈ રાઠોડ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તેમજ શાળાના શિક્ષક અશ્વિનભાઈ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.

- text

- text