ખેતીવાડીની વિવિધ યોજનાનો લાભ લેવા 21 થી 27 સપ્ટેમ્બર સુધી આઇ ખેડૂત પોર્ટલ પર અરજી થશે

- text


લાભ લેવા ઈચ્છુક ખેડૂતો www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરી શકશે

મોરબી : ખેડૂતોએ ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો જેવા કે ખેત ઓજાર,એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાક મુલ્ય વૃધ્ધિ, ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત, પંપ સેટ્સ, સોલાર પાવર યુનિટ/કીટ, વોટર કેરીંગ પાઇપલાઈન અને રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર – સનેડો માટે આઇ ખેડુત પોર્ટલ દિન-7 માટે તારીખ 21/09/2024 થી 27/09/2024 દરમ્યાન સવારે 10-30 કલાકથી ઓનલાઈન અરજીઓ મેળવવા www.ikhedut.gujarat.gov.in પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે.

- text

મોરબી જિલ્લામાં ખેતીવાડીની યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોએ અરજી કરવા સૌ ખેડૂતમિત્રોને જિલ્લા ખેતીવાડી અધિકારી હિંમાશુ ઉસદડીયાની યાદીમાં જણાવાયું છે.

- text