- text
મોરબી : સ્વાવલંબી ભારત અભિયાન એ વિદ્યાર્થી અને યુવાનોને ઉદ્યમિતા સ્વરોજગાર પ્રત્યે જાગૃત કરવાનું રાષ્ટ્રવ્યાપી અભિયાન છે. આ અભિયાન અંતર્ગત મોરબીની એલ.ઈ.પોલીટેકનિક કોલેજ ખાતે “ઉદ્યમિતા પ્રોત્સાહન સંમેલન”નું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ સંમેલનમાં મુખ્ય વકતા તરીકે સ્વદેશી જાગરણ મંચના ગુજરાત પ્રદેશ સંગઠક મનોહરલાલજી અગ્રવાલનું માર્ગદર્શન મળ્યુ હતું. તેઓએ વિદ્યાર્થીઓને સ્વરોજગાર ઉદ્યમિતા માટેની માહિતી આપી હતી અને વિવિધ સરકારી યોજના અને વિવિધ ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરીત કર્યા હતા. આ કાર્યક્રમમાં એલ.ઈ. કોલેજના પ્રિન્સીપાલ રાયજાદા સાહેબ, અરવિંદભાઈ જેતપરીયા(જિલ્લા સંયોજક સ્વદેશી જાગરણ મંચ), શિવાંગભાઈ નાનક (જિલ્લા સહ સંયોજક સ્વદેશી જાગરણ મંચ), મનોજભાઈ પોપટ, મુગ્ધરાજસિંહ ઝાલા(નગર મંત્રી ABVP મોરબી) અને સ્વદેશી જાગરણ મંચ, ABVP ના કાર્યકર્તાઓ અને એલ.ઈ. કોલેજના પ્રોફેસરો પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
- text
- text