ટંકારામાં બનેવી સામે કરેલી ફરિયાદ પાછી ખેંચવાનું કહી 6 શખ્સોએ હુમલો કર્યો

- text


ઝઘડા સ્થળે બાઈક લેવા ગયેલા યુવાનનું માથું પણ ફોડી નંખાયું

ટંકારા : મોરબીના કામધેનુ પાર્ટી પ્લોટ પાછળ રહેતા યુવાને વાંકાનેર રહેતા બનેવી વિરુદ્ધ કરેલી ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી છ શખ્સોએ ટંકારાની ખીજડિયા ચોકડીએ છ શખ્સોએ હુમલો કરી માથામાં ધારીયાના ઘા ઝીકી દેવાની સાથે ઝઘડાના સ્થળે બાઈક લેવા ગયેલા અન્ય એક યુવાનનું માથું ફોડી નાખતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.

- text

પ્રાપ્ત વિગતો મોરબીના કામધેનુ પાર્ટી પ્લોટ પાછળ મચ્છોનગરમાં રહેતા ભીખાભાઇ સોમાભાઇ સિંધવ ઉ.60 નામના વૃદ્ધે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેમના પુત્ર બાબુએ બનેવી નવઘણ કિશોરભાઈ પરમાર રહે. વાંકાનેર વિરુદ્ધ ફરિયાદ કરી હોય જેથી આરોપી ગુલમામદ દરીયાખાન ચૌહાણ, દેવાભાઈ ગુલમામદ ચૌહાણ, કમાભાઈ ગુલમામદ ચૌહાણ, જીગો ગુલમામદ ચૌહાણ, અમીત ગુલમામદ ચૌહાણ અને ટીકુ કમાભાઈ ચૌહાણ રહે. બધા ટંકારા વાળાઓએ ખીજડિયા ચોકડી પાસે બાબુને ફરિયાદ પાછી ખેંચવાનું કહી હુમલો કરી માથામાં લાકડાના ધોકા અને ધારીયા વડે હુમલો કર્યો હતો. બાદમાં સાહેદ ભાવેશ રમેશભાઈ ખીજડિયા ચોકડીએ ઝઘડાના સ્થળે બાઈક લેવા જતા આરોપીઓએ તેને પણ માથામાં ધોકો ફટકારી માથું ફોડી નાખી જાનથી મારી નાખવા ધમકી આપતા તમામ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text