- text
ગાબડા બુરવા ઢંગ ધડા વગર પેવર બ્લોક ફિટ કરાયા બાદ બ્લોક ઉખડી રસ્તા ઉપર પથરાયા
ટંકારા : ભારે વરસાદ બાદ મગરની પીઠ જેવા બની ગયેલા માર્ગો ઉપર તાત્કાલિક ધોરણે ગાબડા બુરવા પેવર બ્લોક ફિટ કરવાની પ્રથા શરૂ થયા બાદ હાલમાં ધ્રોલ – ટંકારા હાઇવે ઉપર ફિટ કરવામાં આવેલા બ્લોક ઉખડી બહાર આવી જતા રસ્તો જોખમી બની ગયો છે અને કોઈનો લાલ છીનવાઈ જાય તેવો ખતરો ઉભો થયો છે.
મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદ ટંકારાથી ધ્રોલને જોડતા માર્ગ ઉપર અનેક જગ્યાએ ગાબડા પડી જતા તંત્રવાહકોએ આવા ગાબડા પુરવા માટે ઠેક ઠેકાણે પેવર બ્લોક ફિટ કરી દીધા છે. જો કે, 15 દિવસ કરતા વધુ સમયથી વરસાદી વિરામ હોવા છતાં તંત્ર દ્વારા આ જીવલેણ ગાબડાઓમાં પેચવર્ક કરવાને બદલે ગાબડામા ફિટ કરાયેલ પેવર બ્લોક યોગ્ય હાલતમાં છે કે કેમ તે જોવાની પણ તસ્દી ન લેતા હાલમાં ગાબડામાં ફિટ કરવામાં આવેલ પેવર બ્લોક ઉખડીને રોડ ઉપર આમ તેમ વિખેરાઈ પડયા છે જેને પરિણામે નાના વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.
- text
ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લાથી જામનગરને જોડતા મુખ્ય માર્ગ એવા ટંકારા – ધ્રોલ હાઇવે ઉપર દરરોજ હજારો વાહનો પસાર થઈ રહ્યા છે ત્યારે તંત્રએ ફિટ કરેલા પેવર બ્લોક હાલમાં આ હાઇવે ઉપર લોકો માટે મુશ્કેલીરૂપ બન્યા હોય તાકીદે વહીવટીતંત્ર આવા જોખમી પેવર બ્લોક હટાવી પેચવર્ક કરી હાઇવેને વાહન ચાલવા યોગ્ય બનાવે તેવી લોકમાંગ ઊઠવા પામી છે.
- text