મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓ યોગાસન સ્પર્ધામાં નેશનલ કક્ષાએ પસંદ થઈ 

- text


મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત આંતર કોલેજ યોગાસન સ્પર્ધામાં નવયુગ કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં નવયુગ કોલેજ રનર્સ અપ રહી હતી. તેમજ યુનિવર્સિટીમાંથી કુલ 6 ખેલાડીઓ નેશનલ કક્ષાએ રમવા જશે. તેમાંથી નવયુગ કોલેજની બે વિદ્યાર્થિનીઓ આગામી દિવસોમાં નેશનલ કક્ષાએ ભાગ લેશે. જેમાં નવયુગ સાયન્સ કોલેજની વિદ્યાર્થિની બંસી કૈલા અને ઉર્વશી કાલોલાની નેશનલ કક્ષાએ રમવા માટે પસંદગી પામી છે. આ સિદ્ધિ બદલ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયા તેમજ તમામ સ્ટાફગણ દ્વારા વિદ્યાર્થિનીઓને અભિનંદન પાઠવ્યા છે.

- text

- text