મોરબી શહેરમાં ગાયત્રી યજ્ઞ અને કેક કટ કરીને વડાપ્રધાનનો જન્મદિવસ ઉજવાયો

- text


હરિગુણ સોસાયટીમાં ગાયત્રી યજ્ઞ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી

શ્રીરામ સોસાયટીમાં વડાપ્રધાનના જન્મદિવસે કેક કટ કરવામાં આવી

મોરબી : 17 સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે એમના દીર્ઘાયુ માટે મોરબીના મહેન્દ્રનગરમાં પીપળી રોડ પર આવેલી હરિગુણ રેસીડેન્સીની ફિટનેસ વુમન દ્વારા ગાયત્રી યજ્ઞનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ફિટનેસ વુમન કમિટીના કાજલબેન રાજુભાઈ આદ્રોજા તથા હંસાબેન રંગપરીયા દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે માળિયા-મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ હાજર રહી યજ્ઞમાં ભાગ લીધો હતો અને પ્રેરણાદાયી માર્ગદર્શન આપી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથેના પોતાના સંભારણા રજૂ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહાદેવભાઈ રંગપરિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

આ તરફ મોરબીની શ્રી રામ સોસાયટીમાં શ્રી રામ કા રાજા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગઈકાલે તારીખ 17 સપ્ટેમ્બર ને મંગળવારના રોજ સ્થાનિક રહીશો દ્વારા સામૂહિક જમણવારનું આયોજન કરાયું હતું. આ દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાનના ફોટોવાળી કેકનું કટિંગ કરીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

- text

- text