મોરબીમાં શૈક્ષણિક સંકુલોમાં પ્લાસ્ટિક ડોમ દૂર કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત

- text


પુષ્પરાજસિંહ જાડેજાએ જિલ્લા શિક્ષણ અધિકારીને રજુઆત

મોરબી : મોરબી શહેરમાં નર્સરી, પ્લે-હાઉસ, સ્કૂલો તથા કોલેજોમાં લાગેલા પ્લાસ્ટિક ડોમ દૂર કરવા માટે મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મોરબી જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં તેમજ ટેલિફોનિક વાતચીત કરી તાત્કાલીક પગલાં લેવા રજૂઆત કરવામાં આવી છે.

આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું કે, હાલ મોરબી શહેરમાં ઘણી નર્સરી, પ્લે-હાઉસ, સ્કૂલો તથા કોલેજોમાં પ્લાસ્ટિકના ડોમ બનાવવામાં આવ્યા છે. આ પ્લાસ્ટિકના ડોમ બનાવવાને કારણે વિદ્યાર્થીઓ તથા શિક્ષકોના જીવની સલામતી નથી. આવા ડોમ લગાવેલી નર્સરી, પ્લે-હાઉસ, સ્કૂલો તથા કોલેજોમાં શોટ – સર્કિટ તથા અન્ય કારણોસર આગ લાગવાની પણ શક્યતા રહેલી છે. તથા કુદરતી આફતો જેવી કે વાવાઝોડામાં આવા ડોમને કારણે જાનહાનિ થઈ શકે તેમ છે. જો ભવિષ્યમાં આવા ડોમના કારણે તક્ષશિલા જેવી ઘટના બને કે રાજકોટ ટીઆરપી જેવી ઘટના બને તો જવાબદાર કોણ ? ત્યારે મોરબી શહેરમાં લાગેલા આવા ડોમ તાત્કાલિક ધોરણે દૂર કરવા માંગ કરવામાં આવી છે.

- text

- text