મોરબીની ગુજરાત સોસાયટીમાં ટીસી ઘરની નજીક ન મુકવા રજુઆત

- text


મોરબી : મોરબીના રોહિદાસપરાની ગુજરાત સોસાયટીમાં નવા ટીસી મુકવાનું કાર્ય ચાલી રહ્યું છે. તે રહેણાંક ઘરની ખુબ જ નજીક આવેલ હોય, નજીકના ઘરો માટે ભયજનક લાગે છે. ભવિષ્યમાં જો ટીસીમાં કોઈ વિસ્ફોટ થાય તો ઘરોને વધુ નુકસાન થાય તેમ છે. જેથી અરજદાર દ્વારા અગાઉ કરવામાં આવેલી માંગણીની જગ્યા પર ટી. સી. મુકવામાં આવે તેમ ચૌહાણ દલસુખભાઈ મૂળજીભાઈએ નાયબ ઇજનેરને કરેલી રજુઆતમાં જણાવ્યું છે.

- text

- text