મોરબી : 8 મહિનામાં 34 હજાર વાહન ચાલકોએ ટ્રાફિક નિયમનો ભંગ કર્યો

- text


ટ્રાફિક નિયમભંગ બદલ 2.80 કરોડથી વધુનો દંડ વસુલ કરાયો

મોરબી : મોરબી શહેર, જિલ્લામાં ટ્રાફિકજામના દ્રશ્યો રોજિંદા બન્યા છે અને અકસ્માતોનું પ્રમાણ પણ વધ્યું છે ત્યારે છેલ્લા એક વર્ષમાં મોરબી જિલ્લામાં ટ્રાફિક નિયમ ભંગ સબબ 189 લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા દરખાસ્ત કરવામાં આવતા 20 લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને 34 હજારથી વધુ વાહન ચાલકો વિરુદ્ધ ટ્રાફિક નિયમ ભંગ સબબ કાર્યવાહી કરી 2.80 કરોડ રૂપિયાથી વધુનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

મોરબી જિલ્લામાં પોલીસ અને આરટીઓ દ્વારા નિયમિત સઘન ચેકીંગ અને ટ્રાફિક ઝુંબેશ ચલાવવા છતાં પણ વાહનચાલકો ટ્રાફિક નિયમોનો ભંગ કરતા હોવાના આંકડા સામે આવ્યા છે. મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીના જણાવ્યા મુજબ વર્ષ 2024મા આઠ મહિના દરમિયાન 34091 વાહન ચાલકો વિરુદ્ધ ટ્રાફિક નિયમ ભંગ સબબ આરટીઓ અને કોર્ટ દ્વારા 1,30,10,403 રૂપિયા દંડ પેટે વસુલ કરવામાં આવ્યા છે. જ્યારે ટ્રાફિક નિયમ ભંગ કરવા સબબ 1,50,48,200 રૂપિયા સ્થળ ઉપર જ દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

હાઇવે ઉપર ફોર વ્હીલ વાહન ચાલકો માટે સીટ બેલ્ટ અને ટુ વ્હીલ વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત હોવા છતાં પણ સીટ બેલ્ટ કે હેલ્મેટ પહેરવામાં ન આવતા હોય મોરબી જિલ્લામાં 2831 વાહન ચાલકોને હેલ્મેટ નહિ પહેરવા બદલ તેમજ 2790 વાહન ચાલકો વિરુદ્ધ સીટ બેલ્ટ નહિ પહેરવા સબબ કાર્યવાહી કરવામાં આવી હતી. સાથે જ 1048 વાહન ચાલકોને રોંગ સાઈડના વાહન ચલાવવા બદલ તેમજ ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરવા સબબ 1204 વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.


આઠ માસમાં ટ્રાફિક પોલીસ દ્વારા કરેલ કેસોની વિગત

હેલ્મેટના કેસ – 2831
શીલ બેલ્ટના કેસ – 2790
ચાલુ મોબાઈલના કેસ – 5023
ડિટેઇન કરેલ વાહનો – 3501
રોન્ગ સાઈડ તેમજ વધુ સ્પીડથી વાહન ચલાવવાના કેસ -1048
નો પાર્કિંગમાં પાર્ક કરેલ વાહનોના કેસ – 1204
નશો કરી વાહન ચલાવવાના કેસ – 406


આઠ મહિનામાં 20 લાયસન્સ સસ્પેન્ડ કરાયા

મોરબી એઆરટીઓ અધિકારી રોહિત પ્રજાપતિના જણાવ્યા મુજબ વર્ષ 2023 – 24 માં 189 લાયસન્સ રદ કરવા માટેની દરખાસ્ત આવેલ હતી. જેમાં 20 લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે અને 44ની કાર્યવાહી ચાલુ છે, આ ઉપરાંત 78 લાયસન્સ મોરબી સિવાયના જિલ્લાના છે જેની આગળની કાર્યવાહી ચાલુ અને 47 લાયસન્સ અન્ય રાજ્યના હોય જે પોલીસને પરત મોકલવામાં આવ્યા છે.

- text


- text