મોરબીની ડી.જે.પટેલ કન્યા વિદ્યાલય ખાતે ઉજવાયો કલા ઉત્સવ; વિવિધ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ હોંશભેર જોડાયા

- text


મોરબી : ડી.જે.પટેલ કન્યા વિદ્યાલય ખાતે શ્રીમદ રાજચંદ્ર શાળા વિકાસ સંકુલ, મોરબીનો કલાઉત્સવ ઉજવાયો હતો. ‘ગરવી ગુજરાત’ની ઉજવણીના ભાગરૂપે આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ હોશભેર જોડાયા હતા.

- text

રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કળા અને પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડી શકાય તથા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તે માટે ‘ગરવી ગુજરાત’ ઉજવણીના ભાગરૂપે શાળાકક્ષાથી રાજ્યકક્ષા સુધી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષના કલા ઉત્સવમાં જુદી જુદી ચાર સ્પર્ધા જેવી કે ચિત્ર સ્પર્ધા, બાળ કાવ્ય સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધાનું આયોજન મોરબીની ડી.જે.પટેલ કન્યા વિદ્યાલય ખાતે થયું હતું. તાલુકા કક્ષાની આ સ્પર્ધામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાંથી કુલ 32 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિજેતા વિદ્યાર્થીઓને અનુક્રમે ₹500, ₹300 અને ₹200ના રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કલા ઉત્સવમાં નંબર મેળવનાર વિદ્યાર્થી હવે પછી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. આ કલા ઉત્સવમાં કન્યા છાત્રાલયના કેમ્પસ ડાયરેક્ટર રમેશભાઈ મેરજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના એઇઆઈ અને લાઇઝન ફાલ્ગુનીબેન ગોસ્વામી, જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના વિજયભાઈ સુરેલીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

- text