વાંકાનેરની પીપળીયા રાજ આંગણવાડીમાં પોષણ માસ નિમિત્તે વાનગી સ્પર્ધા યોજાઈ; 31 સ્પર્ધકોએ ભાગ લીધો

- text


વાંકાનેર : વાંકાનેરની પીપળીયા રાજ આંગણવાડીમાં પોષણ માસ નિમિતે વાનગી સ્પર્ધાનું નિદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં 31 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ દ્વારા ચાલતા પોષણ અભિયાન અંતર્ગત દર વર્ષ સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે. પોષણ માસ સપ્ટેમ્બર 2024 અંતર્ગત વાંકાનેરના પીપળીયા રાજમાં આવેલ 25 આંગણવાડીમાંથી સંયુક્ત રીતે વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં કુલ 31 સ્પર્ધાકોએ ભાગ લીધેલ હતો. આ કાર્યક્રમમાં સીડીપીઓ વાંકાનેર-1, મુખ્ય સેવિકા, એન.એન.એમ.કોર્ડીનેટરએ હાજર રહ્યા હતા. વિજેતા સ્પર્ધકોને પ્રથમ, બીજો, ત્રીજો નંબર આપવામાં આવેલ. અન્ય સ્પર્ધકોને સર્ટીફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ.

- text

આ ઉપરાંત તમામ ઉપસ્થિત સ્પર્ધકો, લાભાર્થી, વાલીઓ, અનેક ગ્રામજનોને સગર્ભા, ઘાત્રી, કિશોરીઓ અને બાળકોના પોષણ પરિણામોને સુધારવાના પ્રયાસો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યો હતુ. આ ઉપરાંત સ્પર્ધકોમાં વધુ ઉત્સાહ ઉદભવે અને ભાગ લેવા બદલ આભાર વ્યક્ત કરેલ. આ સ્પર્ધકોને સફળ બનાવવા સીડીપીઓ વાંકાનેર-1, મુખ્યસેવિકા, એન.એન.એમ.કોર્ડીનેટર, શાળાના આચાર્ય અને સ્ટાફ, પીએચસી પીપળીયાનો સ્ટાફ અને પીપળીયા રાજ સેજાના આંગણવાડી વર્કરો બહેનોએ જહેમત ઉઠાવી હતી.

- text