મોરબીના લાતી પ્લોટની સમસ્યા ક્યારે હલ થશે ? શેરી નં 5, 6 અને 7ની હાલત ખરાબ

- text


પાણીના નિકાલ સહિતની સમસ્યા અંગે ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરાઇ

મોરબી : મોરબીમાં વરસાદના વિરામ બાદ ઠેર ઠેર ગટરના પાણી ઉભરવાની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે. ત્યારે લાતી પ્લોટ શેરી નં 5,6 અને 7માં પાણીના નિકાલ અને ગટર સફાઈની માંગ સાથે સ્થાનિક દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.

- text

આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબીમાં લાતી પ્લોટ શેરી નં 5,6 અને 7માં છેલ્લા 1 મહિનાથી ગટરના પાણી સતત ચાલુ છે. જેથી શેરી નં 7 સંપૂર્ણ બંધ છે. રૂબરૂમાં ફરિયાદ કરાતા પાલિકાના કર્મચારીઓ આવે છે પરંતુ કોઇ નિકાલ કરવામાં આવતો નથી. લાતી પ્લોટ છેડે મુનનગર રસ્તે પટેલ ટ્રાન્સપોર્ટ પાસે ગટર સતત છલકાતી રહે છે. જેનું ગંદુ પાણી શેરીમાં આવતા શેરી નં 7 સંપૂર્ણ બંધ છે. અને ભારે વરસાદથી કાદવ થઈ ગયો છે. ત્યારે આ કાદવની સફાઈ કરાવવા માંગ કરવામાં આવી છે.

- text