ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં કાલે બુધવારે વીજકાપ

- text


મોરબી : ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ તા.૧૮ના રોજ અમુક વિસ્તારોમાં જેટકો દ્વારા ૬૬ KV ઘુંટું રોડ સબ સ્ટેશનના મેઈન્ટેનન્સની કામગીરી માટે વીજ પુરવઠો બંધ રાખવામાં આવનાર છે.

- text

વુગા જેજીવાય ફીડર (ઘૂંટુ ગામ તથા આસપાસનો વિસ્તાર) સવારે ૦૮:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે. વાઇટ રોજ, નીઓલક્ષ, રોક, એપોલો ઓદ્યોગિક ફીડર તથા કંબોયા, મોરેશ્વર ખેતીવાડી ફીડર સવારે ૦૮:૦૦ થી બપોરે ૩:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે. તેમ નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.

- text