ટંકારમાં નવરાત્રિ નિમિત્તે દરબારગઢ ખાતે રાજબાઈ ગરબી મંડળની બાળાઓની પ્રેકટીસ શરૂ

- text


આધ્યાશક્તિની આરાધના ઐતિહાસિક અને આધુનિક તાલે સમન્વય સાધ્યો

ટંકારા : ટંકારા નવલા નોરતાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ટંકારા શહેર મધ્યે દરબારગઢ ખાતે રાજબાઈ ગરબીની બાળાઓ દ્વારા દરરોજ રાત્રે રિહર્સલ કરી અવનવા રાસ-ગરબા રજૂ કરવા તૈયારી શરૂ કરી છે.

- text

માતાજીના આરાધનાના દિવસો એટલે નવરાત્રિ. જેમાં ટંકારા રાજબાઈ ગરબી મંડળ દયાનંદ ચોક ખાતે આવેલા રાજબાઈના કોઠે ભાટીયા પરિવાર દ્વારા ગરબીની બાળાને નવા ગરબા રમવા માટે તૈયાર કરી રહ્યા છે. આ ગરબામાં ભુવા રાસ, મોહન રાસ, ત્રણ તાલી, લાડલી, રાસ ગરબાની પ્રેકટીસ શરૂ કરી દીધી છે. બાળાઓને અવનવા રાસ-ગરબા શીખવવા માટે આશર રિધ્ધી, આશર સિધ્ધી, શ્રૈયા રાવલ સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. ટંકારાની પૌરાણિક રાજબાઈ ગરબીને 72 વર્ષ પૂર્ણ થશે. હજુ પણ જુની પરંપરા જીવંત રાખવા આધુનિકતા સાથે ઐતિહાસિકનો સમન્વય સાધીને નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે.

- text