મોરબીના જેતપર ખાતે ઓક્સિજન વનમાં 200થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું

- text


વન વિભાગ દ્વારા સ્થળ પર 1 હજારથી વધુ રોપાઓનું વિતરણ કરાયું

મોરબી : મોરબીમાં જેતપર ખાતે એક પેડ મા કે નામ અભિયાન અન્વયે ગામના છેવાડે આવેલા ઓક્સિજન વનમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આજના સમયમાં વૃક્ષોની તાતી જરૂરિયાત, પર્યાવરણની સમતુલા જાળવવા તેમજ પ્રદૂષણના દુષણને નાથવાના હેતુથી એક પેડ મા કે નામ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. તે અભિયાન હેઠળ વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તેવા હેતુ સાથે મોરબીમાં જેતપર ગામે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મહાનુભાવોના હસ્તે તેમજ ગ્રામજનો દ્વારા ગામના છેવાડા આવેલા ઓક્સિજન વન ખાતે 200 થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. ઉપરાંત વન વિભાગ દ્વારા સ્થળ પર 1 હજારથી વધુ વૃક્ષોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, મદદનીશ વન સંરક્ષક શૈલેષ કોટડીયા, મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ તેમજ તાલુકા પંચાયતના સભ્યો સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.

- text

- text