હળવદમાં અનેક લોકો વંદે મેટ્રો ટ્રેનના ડોર લોક થતા ધ્રાંગધ્રા પહોંચી ગયા : ભારે રમૂજ ફેલાઈ

- text


ટ્રેન જોવા માટે અંદર પ્રવેશ્યા પણ દરવાજા બંધ થઈ ગયા અને ટ્રેન ઉપડી ગઈ, કેટલાય લોકોએ શોખથી પણ સવારી કરી

હળવદ : હળવદમાં આજે દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન આવી પહોંચતા રેલવે સ્ટેશન ઉપર ભારે ટ્રાફિક રહ્યો હતો. જો કે અનેક લોકો ટ્રેન જોવા અંદર પ્રવેશ્યા ને બીજી તરફ ડોર લોક થઈ જતા આ લોકો ધ્રાંગધ્રા પહોંચી ગયા હતા. જેથી ભારે રમૂજ ફેલાઈ હતી.

દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલીઝંડી બતાવ્યા બાદ આજથી જ આ ટ્રેન અમદાવાદ-ભુજ વચ્ચે શરૂ થઈ ગઈ છે. જેને સાબરમતી, ચાંદલોડિયા, વિરમગામ, ધ્રાંગધ્રા, હળવદ, સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ અને અંજાર રેલવે સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યા છે.

- text

આ ટ્રેન આજે સાંજના સમયે ભુજથી હળવદ આવી પહોંચી હતી. જ્યાં રેલવે સ્ટેશન ઉપર ખૂબ મોટી સંખ્યામાં લોકો ટ્રેન જોવા માટે ઉત્સાહભેર ઉભા જોવા મળ્યા હતા. જેવી કે ટ્રેન આવી અને તેના દરવાજા ખુલ્યા તુરંત જ મોટી સંખ્યામાં લોકો ટ્રેનને જોવા માટે અંદર પ્રવેશ્યા હતા. પણ ટ્રેન ધીમી ધીમી ચાલવાનું શરૂ કરે તે પહેલાં જ 2 મિનિટમાં જ ડોર લોક થઈ જતા અનેક લોકો ઉતરી શક્યા ન હતા. જેથી ટ્રેનમાં ભારે રમૂજ ફેલાઇ હતી. તો બીજી તરફ ધ્રાંગધ્રા રેલવે સ્ટેશને હળવદવાસીઓના ઘાડેધાડા ઉતરી પડ્યા હતા. જો કે આમાના અમુક લોકો શોખથી પણ હળવદથી ધ્રાંગધ્રાની સફર માણવા આવ્યા હતા.

- text