પીએમ મોદીના જન્મદિવસ નિમિતે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે કરાયું ફ્રૂટ વિતરણ

- text


મોરબી : આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 74મોજન્મદિવસ છે. સમગ્ર દેશ-વિદેશમાંથી માંથી પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. ત્યારે આજે મોરબીમાં પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી.

જેમાં મોરબી જિલ્લાના ભાજપના ઉપક્રમે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે સરકારી હોસ્પિટલ ખાતે દર્દીઓમાં ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન પૂર્વમંત્રી બ્રિજેશ મેરજા, જિલ્લા બક્ષીપંચના પ્રમુખ નિર્મળ જારીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text