મોરબીના સામાકાંઠાની અરુણોદય સોસાયટીમાં ઉભરાતી ભુગર્ભ ગટરથી રહીશો પરેશાન

- text


મોરબી : મોરબીના સામાકાંઠાની અરુણોદય સોસાયટીમાં ઉભરાતી ભુગર્ભ ગટરથી રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. આ અંગે આજે સોસાયટીના રહીશો નગરપાલિકામાં રજૂઆત કરવા આવ્યા હતા અને રૂબરૂ મળીને ભુગર્ભ ગટરનો પ્રશ્ન હલ કરવા જણાવ્યું હતું.

રજૂઆતમાં રહીશોએ જણાવ્યું હતું કે, વરસાદ બાદ છેલ્લા 20 દિવસથી ભુગર્ભ ગટર ઉભરાઈ રહી છે. વરસાદ બાદ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. 20 દિવસ થઈ ગયા હોવા છતાં સમસ્યાનું સમાધાન થયું નથી. હવે તો ઘરનું પાણી પણ બહાર નથી જઈ રહ્યું અને ગટરના પાણી સાથે ભળીને ઘરના ફળિયા અને શૌચાલયમાં ભરાય રહે છે. ત્યારે તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી રહીશોએ પાલિકામાં રજૂઆત કરી હતી. પાલિકા દ્વારા આ અંગે યોગ્ય પગલાં ભરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

- text

- text