મોરબીના ખાનપરના રૈયાણી પરિવારનો પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા અનોખો સંકલ્પ

- text


મોરબી : પ્રદૂષણ મુક્ત અભિયાન અંતર્ગત મોરબીના ખાનપર ગામના દિલીપભાઈ દેવકરણભાઈ રૈયાણી પરિવારે શ્રી રાંદલ માતાજીના પ્રસંગે પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરે તેઓ સરાહનીય સંકલ્પ લીધો છે.

રૈયાણી પરિવારે સંકલ્પ લઈને જણાવ્યું છે કે, તેમનો પરિવાર પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરે અને આખો પ્રસંગ પર્યાવરણને ધ્યાનમાં રાખીને ઉજવશે. જેમાં તેઓએ ચાની પ્લાસ્ટિકની કપની જગ્યાએ માટીના કપ ઉપયોગ કર્યા છે અને જે જૂની પરંપરા પ્રમાણે પાણી અને છાશ માટે સ્ટીલના ગ્લાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એક એવી ઝુંબેશ છે કે જે પર્યાવરણના હિત માટે કરવામાં આવી છે. શ્રી ગોમટેશ્વર મહાદેવ મંદિર- ખાનપર , સંચાલકો તથા રૈયાણી પરિવારને એવી આશા છે કે આગળના સમયમાં અન્ય લોકો પણ આ પ્રકારે પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરે.

- text

- text