રવાપર તાલુકા શાળામાં સીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો

- text


મોરબી : આજે તારીખ 17 સપ્ટેમ્બરના રોજ રવાપર તાલુકા શાળા ખાતે સીઆરસી કક્ષાના કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 10 શાળાના 40 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. જેમાં ગાયન સ્પર્ધામાં બોરીયા પાટી પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની નિવા રમેશભાઈ ડાભી, વાદન સ્પર્ધામાં નિર્મળ વિદ્યાલયના સૌમ્ય સુરેશભાઈ કાલાવડિયા, બાળ કવિ સ્પર્ધામાં લીલાપર પ્રાથમિક શાળાના કાવ્યા રજનીશભાઈ રૈયાણી અને ચિત્ર સ્પર્ધામાં નિર્મળ વિદ્યાલયના શ્રીના પારસભાઈ લીખીયાએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા રવાપર તાલુકા શાળાના આચાર્ય હિરેનભાઈ ધોરીયાણી, રવાપર સી.આર.સી ભરતભાઈ મોઢવાડિયા, બોરીયાપાટી શાળાના આચાર્ય અજીતભાઈ મોરડીયા, લગધીરનગર શાળાના આચાર્ય રાવતભાઈ કાનગડ અને ઘુનડા શાળાના આચાર્ય ધર્મેન્દ્રભાઈ જીવાણીએ સતત બાળકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જુના લીલાપર પ્રાથમિક શાળાના આસિસ્ટન્ટ શિક્ષક દિલીપભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.

- text

- text