મોરબીના એવન્યૂ પાર્ક સોસાયટીમાં ગટરના પાણી રસ્તા પર ઉભરાતા રહીશોને હાલાકી

- text


દૂષિત પાણીને કારણે સોસાયટીમાં ઘરે ઘરે બીમારીના ખાટલા

મોરબી : મોરબીમાં ગત 15 દિવસથી વરસાદે વિરામ લીધો છે. તેમ છતાં શહેરમાં ગટરમાંથી નિકળતા ગંદા પાણીના કારણે રોગચારો ફેલાઈ છે. ત્યારે એવન્યૂ પાર્ક, વ્રજ વાટિકા બાજુના, મેઈન રોડ, રવાપર રોડ ખાતે ગંદકીને કારણે બીમારી વધી રહી છે.

આ દરમ્યાન શહેરમાં સોસાયટી પ્રમુખ અને અન્ય મેમ્બર દ્વારા અનેક વખત નગરપાલિકા ખાતે રજુઆત કરવા છતાં આ સમસ્યાનો કોઈ નિકાલ થયો નથી. ત્યારે રહીશો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ સોસાયટી માંથી આગળ 4-5 સોસાયટીની જોડતો આ મેઈન રોડ છે. તેમજ અહીં અંદાજીત 1500 જેટલા લોકો વસવાટ કરે છે. આ સોસાઈટી મેઈન રોડ રવાપર રોડથી અંદર એવન્યૂ પાર્ક મેઇન રોડ પર ગટર ઉભરાઇ છે. રૂબરૂમાં અનેક વખત અરજી કરવા છતાં પણ નગરપાલિકા તરફથી અરજીનો નિકાલ કરવામાં આવતો નથી અને રોગચાળો વધી રહ્યો છે. ત્યારે જો બીમારી વધશે તો જવાબદાર કોણ ? વગેરે જેવા પ્રશ્નો ઉઠવા પામ્યા છે. તથા આ સમસ્યાનો તાત્કાલીક નિકાલ કરવા માગ કરવામાં આવી છે.

- text

- text