હળવદના જુના દેવળીયા ગામે વાડીમાં કપાસની સાથે બિયર ઊગી !!

- text


કપાસના વાવેતરમાં ખાડામાં છુપાવેલ બિયરના 35 ડબલા કબ્જે, આરોપી ફરાર

હળવદ : હળવદ તાલુકાના જુના દેવળીયા ગામની સીમમાં કપાસના વાવેતરમાં બિયરના ડબલા છુપાવવામાં આવ્યા હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી પોલીસે દરોડો પાડી બિયરના 35 ડબલા કબજે કર્યા હતા જો કે, આરોપી હાજર મળી આવ્યો ન હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી પોલીસ ટીમને બાતમી મળી હતી કે જુના દેવળીયા ગામે પઢરકા તરીકે ઓળખાતી સીમમાં આરોપી લક્કીરાજસિંહ ઉર્ફે કાનભા ભરતસિંહ પરમાર નામના શખ્સે કપાસના વાવેતરમાં બિયરનો જથ્થો ખાડામાં છુપાવ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડી કિંગ ફિશર બ્રાન્ડ બિયરના 35 ટીન કિંમત રૂપિયા 3500 કબ્જે કર્યા હતા. જો કે, દરોડા દરમિયાન આરોપી લક્કીરાજસિંહ ઉર્ફે કાનભા હાજર નહિ મળી આવતા એલસીબી ટીમે આરોપીને ફરાર દર્શાવી હળવદ પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

- text

- text