મોરબીના ગાંધી ચોકમાં વેપારીઓના વિરોધને પગલે બ્લોક કાઢવાનું શરૂ

- text


 

જુના બ્લોકની ઉપર બ્લોક પાથરી દેતા દુકાનમાં પાણી ઘુસી જાય તેવી સ્થિતિ ઉદભવતા વેપારીઓએ કર્યો હતો વિરોધ

મોરબી : મોરબીના ગાંધી ચોકમાં જુના બ્લોકની ઉપર જ નવા બ્લોક પાથરી દેવા સામે વેપારીઓએ વિરોધ કરતા અંતે તંત્રએ બ્લોક ઉપાડવાનું શરૂ કરી દીધું છે. જેથી વેપારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

મોરબીના ગાંધી ચોકમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા લેવલ જાળવવાની કામગીરી કર્યા વિના જુના બ્લોકની ઉપર નવા બ્લોક પાથરવાનું શરૂ કર્યું હતું. જેથી અહીંની દુકાનોમાં ચોમાસામાં પાણી ઘુસી જવાની દહેશત ઉભી થઇ હોય, વેપારીઓએ વિરોધ નોંધાવી માર્ગ અને મકાન વિભાગને રજુઆત પણ કરી હતી.

મોરબી માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેશ આદ્રોજાએ જણાવ્યું હતું કે વેપારીઓની રજુઆત ધ્યાને લઈને જે બ્લોક પાથરવામાં આવ્યા છે તેને કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હવે કોન્ક્રીટથી પાણી ન ભરાઈ અને ખાડા ન થાય તે માટેની કામગીરી શરૂ કરવામાં આવશે.

- text

- text