- text
હળવદ, માળીયા અને ભચાઉના ખેડૂત આગેવાનો સહિત 14 જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો પણ આ સંમેલનમાં પહોંચશે
હળવદ : હળવદ તાલુકાના ધુળકોટ ગામે આગામી તારીખ 18/9 ના રોજ ખેડૂત સંમેલન યોજાવા જઈ રહ્યું છે. જેમાં ખેડૂત આગેવાનો સાથે 14 જિલ્લાના હેવી વીજ લાઈન અન્યાયને લઇ લડત લડી રહેલા ખેડૂતો પણ હાજર રહેવાના હોવાનું જાણવા મળી રહ્યું છે.
હળવદ સહિત અન્ય તાલુકાઓમાં હેવી વીજ લાઈન જુદી જુદી કંપનીઓ દ્વારા નાખવામાં આવી રહી છે. જેના વળતરને લઈ ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો હોવાનું પાછલા ઘણા સમયથી ખેડૂતો દ્વારા કહેવામાં આવી રહ્યું છે તેમ છતાં પણ તેનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ ન આવતા હળવદ પંથકમાં તો વીજ લાઈનના અધિકારીઓને નો એન્ટ્રીના બેનરો પણ લાગ્યા હતા.જોકે હવે ખેડૂતો લડી લેવાના મૂડમાં હોય તેમ બુધવારે ધુળકોટ ગામે ખેડૂત સંમેલનનું આયોજન કરાયું છે.
- text
હળવદ તાલુકાના ધુળકોટ ગામે આવેલ ધાવડી માતાજીના મંદિરે તારીખ 18/9/ 2024 ને બુધવારના રોજ સાંજે ચાર વાગ્યે ખેડૂત સંમેલન યોજાશે જેમાં ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા ખાસ હાજર રહેશે. તેમજ હળવદ, માળીયા અને ભચાઉના ખેડૂતો આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. સાથે જ રાજ્યના 14 જિલ્લામાં વિવિધ કંપનીઓ દ્વારા હેવી વીજ લાઈન નાખવામાં આવી રહી છે અને ખેડૂતો સાથે વળતરને લઈ અન્યાય થતો હોય જેથી અસરગ્રસ્ત ખેડૂતો પણ આ સંમેલનમાં હાજર રહેવાના હોવાનું જાણવા મળી રહ્યું છે.
- text