મૃતક પોલીસકર્મીના પરિવારને વીમો ન ચૂકવનાર કંપનીને ગ્રાહક અદાલતની લપડાક

- text


રૂ.30.10 લાખનો વીમો 9 ટકા વ્યાજ સાથે ચૂકવવાનો મહત્વપૂર્ણ ચુકાદો આપતી અદાલત

મોરબી : મોરબીના કેરાળી ગામના પોલીસ કર્મીની મૃત્યુ થતા વીમો ન ચૂકવનાર કંપની અને બેન્કની સેવામાં ખામી હોવાનું જાહેર કરી ગ્રાહક તકરાર અદાલતે કંપનીને રૂ.30.10 લાખનો વીમો 9 ટકા વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ કેરાળીના વતની સ્વ.વસંતભાઈ મિયાત્રા પોલીસ ખાતામાં નોકરી કરતાં હતા. તેઓનું અકસ્માત થતાં તેઓ બેભાન અવસ્થામાં મૃત્યુ પામ્યા હતા. તેમનો વીમો યુનાઈટેડ ઇન્ડીયા ઇન્સ્યુરન્સ કંપનીમાંથી લીધેલો હોય, પ્રીમીયમ સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા મારફત ભરાતુ હતું. સ્વ. વસંતભાઈ મિયાત્રાના વારસદારોએ વીમા કંપનીને તમામ કાગળો રજુ કરેલ હતાં. પરંતુ વીમા કંપની અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાએ કોઈ કાર્યવાહી કરેલ નહી તેવું જણાવી વીમો ચુકવેલ નહી. વસંતભાઈના દિકરી દિયાબેન મિયાત્રાએ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાનો સંપર્ક કરી ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કર્યો હતો.

- text

નામદાર કોર્ટે નોંધ લીધી કે વીમા કંપની અને બેંકની સેવામાં ખામી છે માટે દિયાબેનને રૂા. 30.10 લાખ તા.21/09/2022થી 9 ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કર્યો છે.

- text