મોરબીના ઘુંટુ ગામે ઘરમાં જુગાર રમતા 26 જુગારી પકડાયા

- text


તાલુકા પોલીસે રોકડા રૂપિયા 3.18 લાખ જપ્ત કર્યા

મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામે આવેલ હરિઓમ પાર્કમાં ઘરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો પાડતા એક સાથે 26 લોકો જુગાર રમતા હોવાનું સામે આવતા પોલીસે 26 આરોપીઓને ઝડપી લઈ રોકડા રૂપિયા 3.18 લાખ કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના ઘુંટું ગામે આવેલ હરિઓમ પાર્ક સોસાયટીમાં ઘરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી શૈલેષભાઇ શિવાભાઈ કાલરીયાના મકાનમાં દરોડો પાડતા આરોપી રમેશભાઇ પ્રભુભાઇ કાલરીયા, પરેશભાઇ વાલજીભાઇ ફુલતરીયા, મહેન્દ્રભાઇ સવજીભાઇ કાવઠીયા, વિશાલભાઇ નંદલાલ કાલરીયા, ચિરાગભાઇ રમેશભાઇ ત્રેટીયા, હર્ષદભાઇ રમેશભાઇ રાણીપા, ધવલભાઇ ઇશ્વરભાઇ કૈલા, પિયુષભાઇ પરસોત્તમભાઇ બોડા, અમિતભાઇ મણીલાલ રાજપરા, મણીલાલ ચત્તુરભાઇ કુંડારીયા, કાંતીલાલ વાલજીભાઇ કાલરીયા, રાજેશભાઇ ચંદુભાઇ કાલરીયા, મનસુખભાઇ રૂગનાથભાઇ નંદાણીયા, શૈલેષભાઇ ભગવાનભાઇ સાણદિયા, રવીભાઇ જયતીભાઇ કાલરીયા, ભાવીકભાઇ પ્રવીણભાઇ ઓરીયા, પરેશભાઇ સુંદરજીભાઇ પટેલ, નીલેશભાઇ ઠાકરશીભાઇ અઘારા, સાગરભાઇ લવજીભાઇ અઘારા, રામજીભાઇ ભવાનભાઇ વરમોરા, જગદીશભાઇ પ્રભુભાઇ અઘારા, હરેશભાઇ ગણેશભાઇ મંડાણી, જનકભાઇ અરજણભાઇ મેરજા, બ્રીજેશભાઇ અમૃતલાલ કૈલા, અમૃતભાઇ મહાદેવભાઇ સીતાપરા અને પીયુષભાઇ રણછોડભાઇ પટેલને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 3,18,000 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text