- text
મોરબીની યુવતી, મહિલા અને અન્ય બે વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ
ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામે એક વિચિત્ર કિસ્સામાં પૌત્રની પ્રેમિકા અને તેમના પરિવારજનોને પૌત્ર સાથે લગ્ન કરવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલ યુવતી અને તેમના પરિવારજનોએ દાદીને માર મારી અન્ય એક વ્યક્તિને પણ ધોકા ફટકારી જાનથી મારી નાખવા ધમકી આપતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા જયાબેન આલાભાઈ ચાવડા ઉ.60 નામના મહિલાએ ટંકારા પોલીસ મથકમાં આરોપી લક્ષ્મીબેન હીરાભાઈ ચૌહાણ, સુરેશભાઈ હીરાભાઈ ચૌહાણ, સવિતાબેન હીરાભાઈ ચૌહાણ અને મિલન પોપટભાઈ જાદવ રહે.બધા મોરબી વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેમના પૌત્ર રાહુલને આરોપી લક્ષ્મીબેન સાથે પ્રેમ સંબંધ હોય પરંતુ જયાબેન અને અમૃતભાઈએ લગ્ન કરવાની ના પાડતા ઉપરોક્ત ચારેય આરોપીઓએ ફરિયાદી જયાબેન અને અમૃતભાઈને ઢીકા પાટુનો માર મારી અમૃતભાઈને લાકડાનો ધોકો મારી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
- text
- text