- text
મોરબી : મોરબીની જનતા સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસથી ભૂગર્ભ ગટરના પાણી ઉભરાતા હોય જેથી રહેવાસીઓને ભારે હાલાકી પડી રહી છે. સોસાયટીમાં ગંદા પાણીથી રોગચાળો પણ ફાટી નીકળ્યો છે, ત્યારે આ ગંદા પાણીનો નિકાલ કરવા તેમજ સ્ટ્રેટ લાઈટ પણ બંધ હોય જે રીપેર કરવા સ્થાનિકોની માંગ છે.
છેલ્લા 15 દિવસથી વરસાદ રહી ગયેલ છે. છતા જનતા સોસાયટીમાં ભૂગર્ભ ગટરમાથી પાણી નિકળતા ગંદકી પ્રસરી છે અને લોકો બીમાર છે. સોસાયટીમાં ઘરે ઘરે કોઈને કોઈ બીમાર હાલતમાં છે. એટલું જ નહીં સ્ટ્રીટ લાઇટ પણ બંધ હોઈ લોકોની મુશ્કેલીમાં અનેક ગણો વધારો થયો છે.
આ સોસાયટી એ હાલમાં રવાપર રોડ અને શનાળા રોડને જોડતી મેઈન સોસાયટી છે. અને રવાપર રોડનું કામ ચાલુ હોવાથી માણસો અહીંયાથી જ શનાળા રોડ પરથી રવાપર રોડ પર જઈ રહ્યા છે. જેથી અહીં હજારો લોકો ડેઈલિ હલનચલ કરે છે. ત્યારે ભૂગર્ભ ગટરના આ ગંદા પાણીનો સત્વરે નિકાલ કરવા તેમજ બંધ સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવા સ્થાનિકોએ તંત્રને રજૂઆત કરી છે.
- text
- text