- text
મોરબી : મોરબી શહેરમાં ભારે વરસાદ બાદ હજુ પણ ઠેર ઠેર ગટરના ગંદા પાણી ઉભરાય રહ્યા છે. જેના કારણે શહેરની જનતાને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે મોરબીના નવલખી રોડ પર આવેલા લાયન્સનગર મેઈન રોડ પર છેલ્લા ઘણા દિવસથી ગટરના ગંદા પાણી ભરાયેલા છે.
આ વિસ્તારના રહીશ ભાર્ગવભાઈ જોશીના જણાવ્યા પ્રમાણે લાયન્સનગર મેઈને રોડ પર ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે અને આ ગંદા પાણી ઠેર ઠેર ભરાયેલા છે. જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે. આ વિસ્તારમાં તળાવની માફક ગટરનું પાણી ભરાયેલું રહે છે. આ અંગે પાલિકાને પણ રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પાલિકા દ્વારા સફાઈ પર કોઈ ધ્યાન આપવામાં નથી આવતું. ગંદા પાણીના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત ઉભી થઈ છે. ત્યારે સત્વરે આ ગટરના પાણીનો નિકાલ કરવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની માગ છે.
- text
- text