કપાસના સારા ભાવ આપવાનું કહી રાજકોટના વેપારીએ માળીયાના ખેડૂતનો 846 મણ કપાસ પડાવી લીધો

- text


13.70 લાખની છેતરપિંડી મામલે ફરિયાદ નોંધાઇ

મોરબી : માળીયા મિયાણા તાલુકામાં ખીરસરા ગામના ખેડૂતને કપાસના સારા ભાવ આપવાનું કહી રાજકોટના વેપારીએ 846 મણ કપાસ પડાવી લઈ નાણાં નહિ ચૂકવતા રૂપિયા 13.70 લાખની છતરપિંડી મામલે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

માળીયા મિયાણા તાલુકાના ખીરસરા ગામે રહેતા વિજયભાઈ છગનભાઈ ખાડેખા નામના ખેડૂતે રાજકોટ નાના મવા વિસ્તારમાં રાજ રેસિડેન્સીમાં રહેતા આરોપી સુરેશ ગોવિંદભાઇ લુણાગરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી સુરેશે ગત ફેબ્રુઆરી માસમાં તેમનો 846 મણ કપાસ કિંમત રૂપિયા 13,70,520 સારા ભાવ આપવાનું કહી લઈ ગયા બાદ કપાસના પૈસા નહિ આપી છેતરપીંડી કરતા ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ બનાવમાં ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text