ભીમકટા થી સુરેન્દ્રનગર સુધી એસટી રૂટ પુનઃ શરૂ કરવા મોરબી જિલ્લા કોંગ્રેસની રજૂઆત

- text


મોરબી : છેલ્લા એક અઠવાડિયાથી મોરબી ડેપોમાંથી ભીમકટા થી સુરેન્દ્રનગર સુધીનો એસટી રૂટ બંધ કરવામાં આવ્યો હોય, જેથી અનેક મુસાફરોને અવર-જવરમાં મુશ્કેલી ઊભી થઈ છે. ત્યારે આ રૂટ પુનઃ શરૂ કરવા જિલ્લા કોંગ્રેસ દ્વારા ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

- text

રજૂઆતમાં જણાવ્યા મુજબ ઘણા વર્ષોથી મોરબી ડેપોમાંથી સવારના 6 કલાકે ભીમકટા થી સુરેન્દ્રનગર રૂટ ચાલુ હતો. આ રૂટનું રાત્રી રોકાણ ભીમકટામાં જ કરવામાં આવતું હતું. આ રૂટમાં ભીમકટા, ખારચિયા, આમરણ, હજનાલી, કુંતાસી, મોડપર જેવા ઘણા બધા ગામના વિદ્યાર્થીઓ, ધંધાર્થીઓ તેમજ અનેક લોકો અપડાઉન કરતા હતા, પરંતુ છેલ્લા એકાદ અઠવાડિયાથી આ રૂટ બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે મુસાફરોને અવર-જવરમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. વિદ્યાર્થીઓ અને ધંધાર્થીઓ પોતાના સ્થળે સમયસર પહોંચી શકતા નથી. ત્યારે મુસાફરોની આ મુશ્કેલીને ધ્યાનમાં લઇ તાત્કાલિક ધોરણે આ રૂટ પુનઃ શરૂ કરવા રજૂઆતમાં જણાવાયું છે વધુમાં જણાવાયું છે કે જો આ રુટ સમયસર રાબેતા મુજબ શરૂ કરવામાં નહીં આવે તો ઉપરોક્ત તમામ ગામના વિદ્યાર્થીઓ, ધંધાર્થીઓ અને લોકોને સાથે રાખી મોરબી એસટી ડેપો પર આંદોલન કરવાની ફરજ પડશે.

- text