વાંકાનેર પાલિકા અને પોલીસ દ્વારા 80થી વધુ ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરાયું

- text


વાંકાનેર : વાંકાનેર નગરપાલિકા ગણેશ મહોત્સવને ધ્યાનમાં રાખી જડેશ્વર મંદિરની પાસે મેળાના મેદાનની પાછળના ભાગમાં વિસર્જન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે અન્વયે તારીખ 11-9-2024ના રોજ સવારે 7 થી 8 કલાક સુધીમાં ગણપતીની 80થી વધુ નાની મોટી મૂર્તિઓનું વિસર્જન નગરપાલિકાની ટીમ અને પોલીસની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

ત્યાર બાદ તારીખ 13-9-2024ના રોજ બપોરે 12થી સાંજે 8 કલાક દરમ્યાન 40થી વધુ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વાંકાનેર શહેર અને તાલુકાના ધર્મપ્રેમી પ્રજાએ પણ વિસર્જનની કામગીરીમાં સહકાર આપીને તંત્ર દ્વારા નક્કી કરેલા સ્થળે જઈને વહીવટી તંત્રની પહેલના વખાણ કર્યા હતા. અને સહકાર આપ્યો હતો. ત્યારે આગામી તારીખ 15-9-2024 અને 17-9-2024ના રોજ પણ વાંકાનેર નગર પાલિકા દ્વારા જડેશ્વર મંદિરની બાજુમાં જવાહર નવોદય વિદ્યાલયની પાછળ તથા ટંકારા નગર પાલિકા દ્વારા શીતળા માતાની ધાર પાસે, કોઠારીયા-ટંકારા રોડ, ટંકારા ખાતે ગણપતિ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે.

- text

- text