- text
મોરબી : મોરબીના દાઉદી પ્લોટ-2માં આવેલ પૂજન હાઇટ ખાતેથી 37 વર્ષીય માનસિક અસ્થિર યુવક ગુમ થઈ જતા પરિવારજનોએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાવી છે.
અરજીમાં ગુમ થનાર યુવકના પિતા બરકતભાઈ જમાણીએ જણાવ્યું છે કે, તેઓ તેમના માનસિક અસ્થિર પુત્ર બહાદુર બરકત જમાણી સાથે અમદાવાદથી દવા લઈને મોરબી પરત ફર્યા હતા અને 12 સપ્ટેમ્બરના રોજ તેઓ દાઉદી પ્લોટ-2 ખાતે આવેલ પૂજન હાઈટ ખાતે રહેતી તેમની દીકરી ખેરૂનિશા સલીમ રસિકઅલી સુરાણીના ઘરે રોકાયા હતા. ત્યારે તારીખ 13 સપ્ટેમ્બરના રોજ સવારે 7 થી 7-30 ના સમય વચ્ચે તેમનો પુત્ર બહાદુર બરકત જમાણી ચા પીવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો અને પરત ફર્યો ન હતો. જેથી પરિવારજનોએ આસપાસ 15-20 કિલોમીટરના વિસ્તારમાં તેની શોધખોળ કરી હતી. પરંતુ તેનો અતો પતો લાગ્યો ન હતો. જેથી આ અંગે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરીને માનસિક અસ્થિર પુત્રની શોધખોળ કરવા અપીલ કરવામાં આવી છે. આ યુવકે કાળા કલરના કપડા અને સેન્ડલ પહેર્યા છે. તો જે કોઈને મળે તો તેઓએ સલીમભાઈના મો. નં. 9898810790 પર સંપર્ક કરવા જણાવ્યું છે.
- text
- text