વાંકાનેરના તિથવા ગામે જમીન વિવાદમાં ખંડણી માંગી રૂપિયા પડાવનાર દંપતી વિરુદ્ધ ફરિયાદ

- text


આરોપીઓએ મોમીન સમાજને બદનામ કરવા ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર અશ્લીલ ગાળો સાથેનો વીડિયો વાયરલ કર્યો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના તિથવા ગામે જમીન મેટરમાં નહિ પડવાનું કહી ખંડણી માંગવાની સાથે બળજબરીથી બે હજાર પડાવી લઈ સમગ્ર મોમીન સમાજને ગાળો આપતો વીડિયો ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કરી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના તિથવા ગામે રહેતા મોહમદ તન્સીફ ઇબ્રાહીમભાઇ ખોરજીયા, ઉ.26 નામના યુવાને આરોપી ઇમ્તીયાજ દીલાવરશા શાહમદાર તથા નજમા ઇમ્તીયાજ શાહમદાર રે.તીથવા, ધાર, લાલશાનગર, તા.વાંકાનેર વાળી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે બન્ને આરોપીઓએ જમીન મેટરમાં નહી પડવાના રૂપીયા દસ થી પંદર હજારની ખંડણી માંગી છરી વાળા ફોટો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ભયભીત કરી રોકડા રૂપીયા બે હજાર બળજબરીથી કઢાવી લઇ તેમજ બન્ને આરોપીઓએ તિથવા ગામના મોમીન સમાજને ગાળો બોલી જાનથી મારી નાખવાની ગર્ભીત ધમકીઓ આપતા અશ્લીલ શબ્દો બોલી વિડીયો બનાવી આરોપી ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કરી મોમીન સમાજને ઉશ્કેરણી કરી ત્રાસદાયક કૃત્ય કરતા ફરિયાદ નોંધાવી હતી. ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text