માળિયા ઘટકમાં આંગણવાડી વર્કરો દ્વારા વાનગી સ્પર્ધા યોજાઈ

- text


માળિયા (મિયાણા) : ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ દ્વારા ચાલતા પોષણ અભિયાન અંતર્ગત દર વર્ષે સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે. પોષણ માસ સપ્ટેમ્બર 2024 અંતર્ગત ICDS ઘટક માળિયાના ઘટકમાં આંગણવાડી વર્કરો દ્વારા સંયુકત રીતે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 56 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં ICDS ઇન્ચાર્જ CDPO ભીમાણી ઉષાબેન, તાલુકા પંચાયતના પદાધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારી માળિયા, વિસ્તરણ અધિકારી માળિયા, મુખ્ય સેવિકા દેવિકાબેન icdc સ્ટાફ તમામ હાજર રહ્યા હતા. ભાગ લીધેલા સ્પર્ધકો પૈકીના પ્રથમ, બીજા, ત્રીજા નંબર પર આવેલા સ્પર્ધકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

- text

આ કાર્યક્રમ દરમિયાન CDPO દ્વારા સ્પર્ધકોને બાળકોનાં પોષણ પરિણામોની સર્વગ્રાહી રીતે સુધારવાના પ્રયાસો વિશે માર્ગદર્શન આપ્યું હતું અને તમામનો આ સ્પર્ધામાં ભાગ લેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

- text