રાજકોટ-બાડમેર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે, 15 સપ્ટેમ્બરથી બુકીંગ થશે શરૂ

- text


મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વે રાજકોટ-બાડમેર વચ્ચે દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવામાં આવશે. બાડમેર સ્ટેશન રાજસ્થાનમાં આવેલું છે. આ સ્પેશિયલ ટ્રેનની વિગતો આ મુજબ છે :

ટ્રેન નંબર 04820/04819 રાજકોટ-બાડમેર સ્પેશિયલ

ટ્રેન નંબર 04820 રાજકોટ-બાડમેર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ 04-10-2024 થી 18-11-2024 સુધી રાજકોટથી દર શુક્રવાર અને સોમવારે 1 કલાકે ઉપડશે અને તે જ દિવસે બપોરે 3 કલાકે બાડમેર પહોંચશે.

ટ્રેન નંબર 04819 બાડમેર-રાજકોટ દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ 3-10-2024 થી 17-11-2024 સુધી બાડમેરથી દર ગુરુવાર અને રવિવારે 9:45 કલાકે ઉપડશે અને તે જ દિવસે રાત્રીના 10 કલાકે રાજકોટ પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, ભીલડી, ધનેરા, રાણીવાડા, મારવાડ ભીનમાલ, મોદરણ, જાલોર, મોકલસર, સમદડી, બાલોત્રા અને બાયતુ સ્ટેશને ઉભી રહેશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સેકન્ડ સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.

- text

ટ્રેન નંબર 04820નું બુકિંગ 15 સપ્ટેમ્બર, 2024થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેન વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન તરીકે દોડશે. સ્ટોપેજના સમય અને બંધારણ અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.

- text