લીલાપર ચોકડી સુધીના બિસમાર રસ્તાનું સમારકામ કરાવવા રાજપૂત કરણી સેના પ્રમુખની માગ

- text


ટૂંક સમયમાં સમસ્યાનું નિરાકરણ નહી આવે તો ઉગ્ર પ્રદર્શનની ચીમકી ઉચ્ચારાઈ

મોરબી : મોરબીમાં જેલ ચોકથી લીલાપર ચોકડી સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી મોરબી તાલુકાના રાજપૂત કરણી સેનાના પ્રમુખ રવિરાજસિંહ જાડેજાએ રજૂઆત કરી સમસ્યાનું નિરાકરણ કરવા માગ કરી છે.

આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, હમણાં થોડા દિવસ પહેલા જ લીલાપર રોડ ઉપર એક બ્રિજ ધરાશાઈ થઈ ગયો હતો. પરંતુ સદનસીબે કોઈ રાહદારીને જાનહાનિ થઈ નહોતી. પરંતુ ક્યાં સુધી ત્યાંની પ્રજાએ હાલાકીનો સામનો કરવો પડશે ? પ્રજાને પડતી પારાવાર મુશ્કેલી ક્યા સુધી સહન કરવાની? જો કોઈ પ્રસુતાને હોસ્પિટલ લઈ જવામાં આવે તો રસ્તામાં જ ડિલિવરી થઈ જાય તેવી રસ્તાની હાલત છે. ખરાબ રોડ રસ્તાના કારણે કમરના દુઃખાવા પણ થઈ જાય તેમ છે. આ વિસ્તારમાં રહેતા લોકો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો હોવાનો આરોપ પણ રવિરાજસિંહ જાડેજાએ લગાવ્યો છે.

- text

જો આવનાર દિવસોમાં આ સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે અને રોડ રસ્તા બનાવવામાં નહી આવે તો લોકોને સાથે રાખીને વિરોધ પ્રદર્શન કરી ધારાસભ્યના કાર્યાલનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

- text