મોરબીની સરસ્વતી શિશુમંદિર ખાતે 14 સપ્ટેમ્બરે પર્યાવરણ જાગૃતિ અર્તે ‘અંબર ગાજે’ કાર્યક્રમનું આયોજન

- text


કાર્યક્રમમાં લોકગાયક નિલેશભાઈ પંડ્યા સાથી કલાકારોની ટીમ સાથે પર્યાવરણનું રસપાન કરાવશે

મોરબી : વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠા સંચાલિત શ્રી સરસ્વતી શિશુમંદિર મોરબી દ્વારા ગુજરાત સંગીત નાટય અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી તા. 14-9-2024 ને શનિવારના રોજ પર્યાવરણ જાગૃતિ અર્થે અંબર ગાજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ શક્ત શનાળા ખાતે પરફેક્ટ શો-રૂમની બાજુમાં આવેલા સરસ્વતી શિશુમંદિર ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મોરબી-માળિયા વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા-પડધરીને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તથા અતિથિ વિશેષ તરીકે મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન અમિતભાઈ વ્યાસ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમની પ્રસ્તુતિ માટે સુપ્રસિદ્ધ લોકગાયક નિલેશભાઈ પંડ્યા તથા તેમના સાથી કલાકારોની ટીમ સાથે આપણને પર્યાવરણનું રસપાન કરાવશે.

મોરબી શિશુમંદિર ટ્રસ્ટના મંત્રી જયંતીભાઈ રાજકોટિયા તથા નિયામક સુનિલભાઈ પરમાર આ કાર્યક્રમના પ્રેરણા સ્ત્રોત બનીને આ કાર્યક્રમ માટે માર્ગદર્શન કરી રહ્યા છે. આ કાર્યક્રમના સંયોજક વિષ્ણુભાઈ વિડજા સમગ્ર શિશુમંદિરના સ્ટાફ પરિવારને સાથે રાખીને કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.

- text

મહત્વનું છે કે, પ્રકૃતિને આપણે માતા કીધી છે. આપણું લાલન, પાલન, પોષણ અને આપણું અસ્તિત્વ પ્રકૃતિ અને પર્યાવરણને આભારી છે. સમગ્ર પ્રકૃતિ પંચમહા ભૂતની બનેલી છે અને આપણે પણ પંચમહાભૂતના જ બનેલા છીએ. અત્યારે પ્રકૃતિ માતાનો વૈભવ સોળે કળા એ ખીલેલો છે. માતાના ગુણગાન ગાવા, તેનું મહત્વ સમજવું તથા પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરવા માટે ગુજરાત સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

- text