મોરબીમાં હાઉસીંગ સોસાયટીઓના સભાસદોએ 30 મે, 2025 સુધીમાં ઓડિટ કરાવી લેવા રજીસ્ટ્રારની સૂચના 

- text


મોરબી : હાઉસીંગ કો.ઓપ. સોસાયટી અને હાઉસીંગ સર્વિસ કો.ઓપ. સોસાયટીઓનું તા.31-3-2024ના સમયગાળા સુધીનું ઓડીટ રજિસ્ટ્રારની પેનલ પરના ઓડીટર દ્વારા કરી શકાય તેવી મંજુરી આપવામાં આવેલ હોય, મંડળીની નિયામક મંડળની બેઠકમાં રજિસ્ટ્રારની પેનલ (https://rcs.gujarat.gov.in) પરના મોરબી જિલ્લાના કાર્યક્ષેત્ર વિસ્તારના પેનલ ઓડીટરની ઠરાવથી નિમણૂક કરી તે બદલની અત્રેની કચેરીમાં જાણ કરવા તથા તા.30-5-2025 સુધીની સમય મર્યાદામાં ઓડીટ પૂર્ણ થાય તે બાબતેની જરૂરી કાર્યવાહી કરવા આથી લાગુ પડતી તમામ હાઉસિંગ કો.ઓપ. સોસાયટી અને હાઉસિંગ સર્વિસ કો.ઓપ. સોસાયટીના હોદ્દેદારોએ નોંધ લેવા તથા ઓડીટ પૂર્ણ થયેથી ઓડીટ અહેવાલ અત્રે મદદનિશ જિલ્લા રજિસ્ટ્રાર (હાઉસિંગ) મોરબી-ભુજની કચેરીમાં રજુ થાય તે સંબંધિત કાર્યવાહી થવા વિનંતી છે.

- text

પ્રસ્તુત અધિસુચના અન્વયે સોસાયટીના નિયામક મંડળને સહકારી કાયદા કાનુન આધીન જરૂરી કાર્યવાહી કરવા મોરબી સહકારી મંડળીઓની કચેરીના જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા અપીલ કરવામાં આવે છે.

- text