નેશનલ રૂરલ આઇ.ટી. ક્વિઝ કોમ્પિટિશનમાં મોરબીની નવયુગ શૈક્ષણિક સંકુલનો દબદબો

- text


ત્રણ વિદ્યાર્થીઓ વિજેતા થતા ગાંધીનગર ખાતે મોરબીનું પ્રતિનિધિત્વ કરશે

મોરબી : કર્ણાટક સરકારના IT, BT, અને S&T વિભાગ દ્વારા દર વર્ષે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસના સહયોગથી ગુજરાતની શાળાના વિદ્યાર્થીઓ માટે નેશનલ રૂરલ આઈ. ટી. ક્વિઝ – 2024 જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન કરે છે. જેમાં આજ રોજ રૂરલ I.T. ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં મોરબી જિલ્લાકક્ષાની વિવિધ ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળાઓના ધોરણ 8 થી 12નાં 196 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં નવયુગ શૈક્ષણિક સંકુલના ત્રણ વિદ્યાર્થીઓ ટોપ પર સિલેક્ટ થયા છે. ત્યારે હવે આ વિદ્યાર્થીઓ ગાંધીનગર ખાતે મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી સ્પર્ધામાં ભાગ લેશે. આ ક્વિઝ સ્પર્ધામાં વિજેતા થનાર વિદ્યાર્થીઓ બાવરવા સાર્થક, રૈયાણી આયુષ, તેમજ પરમાર રાજેશને સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા તેમજ આચાર્ય યતિન રાવલ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

- text

- text