મોરબીમાં દહેગામ વાળી થવાની દહેશત : મનાઈ છતાં ગણેશ વિસર્જન 

- text


મોરબી પાલિકા અને પોલીસની ટીમોની ગેરહાજરી વચ્ચે લોકોએ મોજથી છૂટથી વિસર્જન કર્યું 

મોરબી : દર વર્ષે રાજ્યમાં ગણેશ વિસર્જન સમયે પાણીમાં ડૂબવાની ઘટનાઓ બનતી હોય છે અને આજે શુક્રવારે ગાંધીનગરના દહેગામ નજીક ગણેશ વિસર્જન સમયે દસ લોકો ડૂબી જવાની ઘટના બની છે તેવા સમયે જ મોરબીમાં ગણેશ વિસર્જન માટે મનાઈ ફરમાવી પાલિકા દ્વારા કૃત્રિમ કુંડમાં ગણેશ વિસર્જન કરવા જાહેર કરાયું હોવાં છતાં જૂની આરટીઓ કચેરી પાસે અનેક લોકોએ છૂટથી મોજથી ગણેશ વિસર્જન કરતા ચકચાર જાગી છે,મ બીજી તરફ આ મામલે ચીફ ઓફિસર દ્વારા આવા સ્થળો ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે તેવું જણાવ્યું હતું.

મોરબીમાં ગણેશ વિસર્જન સમયે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે મોરબી નગર પાલિકા દ્વારા અલગ અલગ સ્થળે મૂર્તિ કલેક્શન સેન્ટર શરૂ કરવાનું જાહેર કરી તમામ ગણેશોત્સવના આયોજકો પાસેથી પ્રતિમાઓનું કલેક્શન કરી કૃત્રિમ કુંડ ખાતે જ વિસર્જન કરવામાં આવશે તેવું જાહેર કર્યું હોવાં છતાં કેટલાક લોકોએ શુક્રવારે સાંજે જુના આરટીઓ પાસે મચ્છુ નદીના ઊંડા પાણીમાં ગણેશ વિસર્જન કરતા તંત્રની બેખબરી સામે આવી છે, ઉલ્લેખનીય છે કે, જૂની આરટીઓ કચેરી નજીક ગણેશ વિસર્જન સમયે હોડીવાળા પણ નજરે પડ્યા હતા અને લોકો ઊંડા પાણીની તદ્દન નજીક જ નજરે પડ્યા હતા.

- text

દરમિયાન પાલિકા તંત્રની મનાઈ છતાં પણ મોરબીમાં કંડલા બાયપાસ રોડ ઉપર જૂની આરટીઓ કચેરી પાસે અનેક લોકોએ કરેલા ગેનશ વિસર્જન અંગે ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળને પૂછતાં તેમને જણાવ્યું હતું કે, આ વાત તેમના ધ્યાને આવતા જ મોરબી ડીવાયએસપીને જાણ કરી મોરબી શહેર નજીક આવેલા ઊંડા પાણી વાળા સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે સાથે જ લોકોને પણ સમજદારી દાખવી તંત્રએ કરેલી વ્યવસ્થા મુજબ જ ગણેશ વિસર્જન કરવા અનુરોધ કર્યો હતો.

- text