મોરબી-માળિયા વિસ્તારમાં મીઠા ઉદ્યોગકારોને વળતર ચુકવવા બ્રિજેશ મેરજાની સરકારમાં રજૂઆત

- text


મોરબી : મોરબી અને માળિયા (મિયાણા) તાલુકા વિસ્તારમાં અતિવૃષ્ટિ અને મચ્છુ નદીમાં આવેલા પૂરના કારણે રણકાંઠે આવેલા મીઠા ઉદ્યોગને મોટું નુકસાન થયું છે ત્યારે આ નુકસાનીનું વળતર ચુકવવા માટે પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ રાજ્ય સરકારના મીઠા ઉદ્યોગ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માને લેખિત રજૂઆત કરી છે.

બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું છે કે, તેઓને મરીન સોલ્ટ મેન્યુફેક્ચર એસોસિએશન- મોરબીના પ્રમુખ દિલાવરસિંહ જાડેજાએ લેખિત રજૂઆત કરી હતી. આ રજૂઆત મુજબ મીઠા ઉદ્યોગમાં મોટું ધોવાણ થયું છે. મીઠાના ઉત્પાદન માટે કરવામાં આવેલા ક્યારાઓ અને બાંધેલા પાળા ઉપર પાણી ફરી વળવાથી ધોવાણ થયું છે. ઈલેક્ટ્રીક અને મિકેનિકલ સાધન સામગ્રીને પણ નુકસાન થયું છે. શેડ પણ તૂટી ગયા છે. આમ એકંદરે મીઠા ઉદ્યોગને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. તેથી તાત્કાલિક આ અંગે સર્વેની કામગીરી પૂર્ણ કરી યોગ્ય પેકેજ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવે તેવી લાગણી અને માગણી છે.

- text

- text