વાહ મોરબી પોલીસ ! કાલે ફરિયાદ અને આજે વાહનચોર પકડી લીધો

- text


મકનસર અને રફાળેશ્વરમાથી ચોરેલા બાઈક ઉપરાંત અન્ય એક બાઈક મળી ત્રણ બાઈક કબ્જે કરાયા

મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વર અને મકનસરમાં બેથી સાત મહિના પૂર્વે ચોરાયેલ બાઈક અંગે ગઈકાલે ફરિયાદ નોંધાતા જ મોરબી એલસીબી ટીમે ગણતરીની કલાકોમાં એક બાઈક ચોરને ત્રણ બાઈક સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી એલસીબી ટીમે મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ બે બાઈક ચોરીના કિસ્સામાં બાતમીને આધારે રફાળેશ્વર ખાતે ભુદેવ પાન નજીક વોચ ગોઠવી શંકાસ્પદ બાઈક લઈને નીકળેલા આરોપી અશોક ગાંડુભાઈ ઉઘરેજા રહે.નવા વઘાસિયા તા.વાંકાનેર વાળાને અટકાવી બાઈકના કાગળો માંગતા ગલ્લા તલ્લા કરતા આકરી પૂછતાછ કરતા બાઈક ચોરીનું હોવાનું જણાવી અન્ય બે બાઈક પણ કાઢી આપતા એલસીબી ટીમે રફાળેશ્વર અને મકનસર ગામેથી ચોરાયેલ બે બાઈક સહિત કુલ ત્રણ બાઈક કબ્જે કરી 65 હજારનો મુદ્દામાલ કબજે કરી આરોપીને મોરબી તાલુકા પોલીસને સોંપી આપ્યો હતો.

- text

- text