પુરગ્રસ્ત વિસ્તારમાં વળતર ચુકવવા માળિયા મહિલા શક્તિ સંગઠનની રજૂઆત

- text


મામલતદારને લેખિત રજૂઆત કરીને વળતર ચુકવવા માગ કરાઈ

માળિયા (મિયાણા) : તારીખ 26 થી 30 ઓગસ્ટ દરમિયાન માળિયા તાલુકાના ગામો અને માળિયા નગરપાલિકા હેઠળના વાંઢ વિસ્તારમાં ભારે વરસાદ અને મચ્છુ ડેમનું પાણી છોડાતા પુરની સ્થિતિનું નિર્માણ થતાં અનેક લોકોને નુકસાન થયું છે ત્યારે આ અંગે સત્વરે સર્વે કરીને પુરગ્રસ્ત વિસ્તારમાં વળતર ચુકવવા માળિયા મહિલા શક્તિ સંગઠન દ્વારા મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

માળિયા મહિલા શક્તિ સંગઠન દ્વારા માળિયા-મિયાણા મામલતદારને લેખિતમાં જણાવાયું છે કે, નવા હંજીયાસર, ખીરસરા, મોટા દહીંસરા, મેઘપર ગામમાં સર્વેની પ્રક્રિયા બાકી છે જે સમયસર પૂર્ણ કરવામાં આવે. મેઘપર અને ખીરસરા ગામમાં નાના પશુઓના મોત થયા છે તેઓને વળતર ચુકવવામાં આવે. ખીરઈ, નવા હંજીયાસર, નાનાવાળા, વીરવદરકા, મોટા દહીંસરા અને જુના હંજુયાસર ગામમાં પશુઓ અને માછીમારોની બોટને નુકસાન થયું છે. તથા વ્યવસાયની સામગ્રી તણાઈ ગઈ છે. સાથે જ વરસાદી કાદવ-કીચડ જામતા રોગચાળો ન ફાટે તે માટે સફાઈ, દવા અને આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવે. મેઘપર ગામમાં દેવીપુજક સમુદાયના શાકભાજીની વાડીમાં સંપૂર્ણ નુકસાન થયું છે તો તેઓને વળતર તથા બિયારણની વ્યવસ્થા કરવામાં આવે. સાથે જ નુકસાનીનું વળતર વધારી તાત્કાલિક વળતર ચુકવવામાં આવે તેવી માગ કરાઈ છે.

- text

- text