મોરબી પાલિકા પીકનીક સેન્ટર ખાતે કૃત્રિમ કુંડ બનાવી ગણેશજીની મૂર્તિઓનું કરશે વિસર્જન

- text


આરટીઓ નજીક કે પછી અન્ય નદી, નાળા, તળાવમાં ગણેશજીનું વિસર્જન કરી શકાશે નહીં : 8 ફૂટથી ઊંચી મૂર્તિઓને ડાયરેકટ પીકનીક સેન્ટર ખાતે લઈ આવવાની રહેશે, નાની મૂર્તિઓને ચાર કલેક્શન સેન્ટર ખાતે લઈ જવાની રહેશે : 10થી વધુ લોકોને ન આવવા સૂચના

 

મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા 11માં દિવસે ગણેશ વિસર્જન માટે સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં આ વખતે આરટીઓ કચેરી નજીકની બદલે પીકનીક સેન્ટર ખાતે કૃત્રિમ કુંડ બનાવી ત્યાં પાલિકા દ્વારા મૂર્તિ વિસર્જન કરવામાં આવશે.

આ અંગે વિગતો આપતા ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળાએ જણાવ્યું કે 8 ફૂટથી નીચેની મૂર્તિઓ માટે સ્કાય મોલ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ, એલ ઇ કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ અને ગર્લ્સ હાઈસ્કૂલ આ ચાર સ્થળોએ કલેક્શન સેન્ટર રાખવામાં આવ્યા છે. જ્યારે 8 ફૂટથી ઊંચી મૂર્તિઓને લઈને શોભેશ્વર રોડ ઉપર પીકનીક સેન્ટર ખાતે આવવાનું રહેશે.

તમામ મૂર્તિઓનું પીકનીક સેન્ટર ખાતે કૃત્રિમ કુંડમાં પાલિકાની ટિમ દ્વારા આસ્થાભેર વિસર્જન કરવામાં આવશે. પીકનીક સેન્ટર કે પછી ચાર કલેક્શન સેન્ટર ખાતે 10થી વધુ લોકોએ આવવું નહિ. જેથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે. મોટાભાગે 11માં દિવસે વિસર્જન કરવામાં આવે છે એટલે તા.17ના રોજ સવારે 10થી 8 સુધી આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

અંતમાં નગરપાલિકાના ચીફ ઓફિસરે

આરટીઓ કચેરી પાસે કે અન્ય ક્યાંય પણ નદી,નાળા તથા તળાવમાં વિસર્જન નહિ કરવાની તાકીદ કરી છે. વધુમાં લોકોને વિસર્જન કરવા માટે આ ગૂગલ લિંકમાં આપેલ વિગત ભરવા તેઓએ અપીલ કરી છે.

- text

https://docs.google.com/spreadsheets/d/1R47WpNsNVf1_LYA5tpHBPshK7mvBE0cyxYTP0MJCqH0/edit?usp=drivesdk


- text