મોરબી જિલ્લા પોલીસ દ્વારા તહેવાર દરમિયાન ફૂટ પેટ્રોલિંગ કરાયું

- text


શાંતિ સમિતિની મીટીંગો યોજીને શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવવા અપીલ

મોરબી : મોરબી જિલ્લા પોલીસ દ્વારા હાલ ચાલી રહેલા ગણેશ ઉત્સવ અને ઈદ-એ-મિલાદના તહેવાર નિમિત્તે સામાજિક આગેવાનો સાથે શાંતિ સમિતિની મીટીંગો યોજીને સુલેહ-શાંતિ જાળવી રાખવા અપીલ કરી કરાઈ હતી અને પોલીસે વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ પણ કર્યું હતું.

જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સૂચના બાદ મોરબી જિલ્લા પોલીસ દ્વારા હાલ ચાલી રહેલા ગણેશ ઉત્સવ તથા ઈદ-એ-મિલાદ તહેવાર અનુસંધાને જિલ્લામાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે તેવા પંડાલોના આયોજકો તથા લઘુમતી સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની મીટીંગો યોજી હતી. તેમજ તેઓને ખોટી એફવાઓમાં ન આવી સૂલેહ-શાંતિ જાળવવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ સાથે જ મોરબી જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ એરિયા ડોમિનેશન કરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ સૂલેહ-શાંતિ જળવાઈ રહે તે માટે જરૂરી તકેદારી રાખી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. તેમજ પોલીસ સ્ટેશનમાંથી સર્વેલન્સ તથા એલઆઈબી ઈન્ચાર્જ દ્વારા પ્રવૃત્તિ વોચ ચાલુ છે અને સીસીટીવી કેમેરા તથા સોશિયલ મીડિયા વોચ માટે અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે.

- text

- text